Wednesday, November 15, 2006

એકરાર કરી શક્યા નહીં -કેશવ પરમાર

થઇ ગઇ ભૂલોનો એકરાર કરી શક્યા નહીં,
તક મળી તોય અમે તકરાર કરી શક્યા નહીં.

સહન કેટલું કરવું પડ્યું? એ ભૂલના પરિણામથી–
ચણેલી એક ઇમારતનો આધાર કરી શક્યા નહીં.

થઇ ગયું ના થવાનું આ જગતની મહેફિલમાં,
આગિયા સામે જુઓ સિતારા ચમકાર કરી શક્યા નહીં.

બગડેલા તો સુધર્યા નહીં, પણ સુધરેલ બગડી ગયા–
ભલાઓ આજ બુરાઓનો પ્રતિકાર કરી શક્યા નહીં.

બધા ભગવાનના રૂપની કલ્પનાઓ ખૂબ કીધી,
‘કેશવ’ અમે તો એના રૂપનો આકાર કરી શક્યા નહીં.

– કવિ કેશવ પરમાર (’આક્રોશ’ માંથી)

1 comment:

Purvi Shah Macwan said...

Hey AP.

Nice to read this again....

"What the caterpillar calls the end of the world the rest of the world calls butterfly."
Thats so true.....