Wednesday, February 28, 2007

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?
મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતી
તમારી વાહવાહના સમ છે દોસ્તો
રસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી
અમે ધર્યો ખાલી ખોબો એમના તરફ
તેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી
બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી
નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી
ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય
મારી ભેટ એના હાથને તો અડી હતી
વર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારી
એની સૂરતને કેમેરામાં કેદ કરી હતી
જતી વેળા "આવજો" આગળ ન એક શબ્દ
દિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી

Saturday, February 24, 2007

તને ઝરણું મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને દરિયો મોકલું ,
ને તું જવાબમાં મૌન મોકલે.
હું તને પંખી મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને આભ મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
જા, હવે બહુ થયું,
હું હવે મૌન વહેતું કરું છું. ને તું,
મારાં આભ, દરિયો અને પાંખ પાછા મોકલ…


From a friend..
thx priyanka...

Thursday, February 15, 2007

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-‘હું’ થી ‘તું’ સુધી
પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…


પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-પાનખર-રણે ઝઝૂમીને
ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-કૃષ્ણની વાંસળીમાંથી
રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…


પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…