Tuesday, January 16, 2007

ચાહવું એટલે?!!!

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત -
બરફની જેમ,પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાનીઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી -તને ચાહવું એટલે
ભર વસંતેપાનખરનો અભિશાપ હશે…!!!
- તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું
મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું
આંખ જો દેખી કે વાંચી ના શકે તો -
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું
થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું
તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું
કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું
‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,હોવું -
ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી
કંઇક લખવાનું મન થાય ને હાથ ના ઉપડેએ મૂંઝવણ છે મને…..
કોઇના સપના જોવા હોય ને નીંદર ના આવેએ રોગ છે મને…..
કામ કરવું હોય પણ ધ્યાન ન હોયએ તકલીફ છે મને…..
ને કોઇ ની એક ઝલક માટે આખું આયખું
અટકી રહે એ હદે પ્રેમ છે મને
—— સૌરભ વ્યાસ
ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.

શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.

આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.

તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.

Monday, January 15, 2007

ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધુરા લાગ્યા,
મંઝિલ પામવા ના પહેલી વાર આજે સપનાં અધુરા લાગ્યા,
પહોંચુ તો કેવી રીતે તમારા ઘર ના દ્વાર સુધી,
તમારી ગલી ના આજ રસ્તા અધુરા લાગ્યા,
મળવા નું પણ થયું આપણું આવી રીતે, કે………..
આપના મિલન માટે આજે જનમ અધુરા લાગ્યા,
સાથ તારો માંગી ને માંગુ કોની પાસે,
તને માંગવા માટે આજે ભગવાન પણ અધૂરાં લાગ્યા,
તારી યાદ મા તડપવું હતું મારે પણ મારી આંખો ના આજે આંસુ અધૂરાં લાગ્યા.
કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડા લખ મને !
કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)

Saturday, January 13, 2007

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

I dont know poet's name if you know plzz let me know..

પડી છે - ‘સાબિર’ વટવા.

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.

ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.

ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક,
કો અણગમતી રમત રમવી પડી છે.

મે ટૂંપી છે ખચિત મારા જ હાથે,
કંઇક ઇચ્છાઓને દમવી પડી છે.

હતી બક્ષિસ તમારી – ‘ઝિન્દગાની’,
ગમે તેવી તો જીરવવી પડી છે.

વદન પર સ્મિત રેલાવ્યું છે ત્યારે,
હ્રદયમાં આગ પણ ખમવી પડી છે.

‘સાબિર’ વટવા.

Friday, January 12, 2007

પવનચક્કી - એઇલીન કેડી

મને એક પવનચક્કી દેખાડવામાં આવી. તેજ પવન ફૂંકાતો હતો અને પાંખિયાં ખૂબ વેગથી ફરતાં હતાં.
પવન પડી ગયો અને પાંખિયાં ફરતાં અટકી ગયાં, કારણકે ગતિ માટે તે સંપૂર્ણપણે પવન પર આધારિત હતાં.

મેં શબ્દો સાંભળ્યાં :

”ઇહલોકના જીવનની વસ્તુઓમાં તમારી સલામતી ન આરોપો.
તમારી સલામતી મારામાં, સર્વ શક્તિના મૂળ સ્રોતમાં અને તમારી ભીતર ઊંડાણમાં રહેલી તાકાતમાં રાખો. “

એઇલીન કેડી
અનુવાદ - ઇશા – કુન્દનીકા

Thursday, January 11, 2007

સતત ઝંખ્યા કરે છે - બરકત વિરાણી ‘બેફામ’.

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.

હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.

જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હ્રદય તમને.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?