Monday, November 10, 2008

(પુષ્પગુચ્છ)

તમારા હાથમાં
મઘમઘતો પુષ્પગુચ્છ જોઈને,
મનમાં થયું;
આટલાં બધાંને શું કરશો ?
એકાદ ફૂલ માંગી લઉં.
ને-
મેં તમારો હાથ માંગી લીધો.

- ગુલાબ દેઢિયા

Wow!!!

ઉતાવળ સવાલમાં - મરીઝ

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

- મરીઝ


After long another favourite.....

Thursday, January 24, 2008

જીવનની સમી સાંજે...

ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં

શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુનાં પણ નામ હતાં?

થોડાક ખુલાસા કરવા’તા, થોડીક શિકાયત કરવી’તી

ઓ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતાં
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી

બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં

જે પેલા ખૂણે બેઠા છે એ, સૈફ છે મિત્રો જાણો છો?

એ કેવા ચંચલ જીવ હતાં, ને કેવા રમતારામ હતા!

--સૈફ પાલનપુરી

‘સ્નેહ’ એટલે!! -- દૌલતભાઈ દેસાઈ

દરિયે બેઠા અમે માત્ર શરીરે ઉદતી શીકર ઝીલતાં રહ્યાં,

ને ક્ષિતિજમાં સમંદરમાં ડૂબતો સૂર્ય જોતાં રહ્યાં,

હાથમાં હાથ મૂકી પાણીમાં છબછબિયાં કરતાં રહ્યાં,

ને પછી એમ જ કારમાં બેસી ઘરે આવ્યાં!

બધાં પૂછે: ‘બહુ વાતો કરીને કાંઈ!’,

કેવી રીતે કહું કે,

અમે વિના બોલ્યે લાખો વાતો કરી હતી (!?),

અમે ક્ષિતિજમાં વિસ્તર્યા હતાં ને મૌનમાં ફોર્યા હતાં! (?)

--દૌલતભાઈ દેસાઈ

After very long i m putting something on blog.. i found this on one of the news paper site. I have been reading late Dr Daulatbhai Desai since i was in 6th grad. I always loved his writtings. Always inspiring and encouraging!!