Tuesday, January 16, 2007

આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું
મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું
આંખ જો દેખી કે વાંચી ના શકે તો -
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું
થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું
તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું
કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું
‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,હોવું -
ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી

No comments: