Wednesday, June 13, 2007

સફળતા – સ્વામી વિવેકાનંદ

કોઈ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઈ શકે નહીં. સંસારમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે, ભલે હજરો વાર એ ઠોકર ખાય, પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરૂપ છું.

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે : ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.


Swami vivekanad is been always pratical and full of positive thinking always..
his thought gives a big push to achive ur aims and stand up and fight for ur goals....:)

5 comments:

helish said...

nice....thought...!

T958 said...

Very Nobel Work.........

zahidali said...

જયારે હું સફળ થઇ રહ્યો હોઉં ત્યારે નિષ્ફળતા મારા ગળે વળગે છે

દંતાણી દિલીપ ટી. said...

* પોતાના દોષને પોતાની પહેલા મરવા દો.
* કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કંઇ કહેવાનું નથી તે નથી, પણ ઘણું કહેવાનું હોય છે, તે હોય છે.
* જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો વારો ક્યારેય નહીં આવે.
* ઘણી વાર એમ પણ દેખાય છે કે રેતીમાં ઘર બાંધીને બાળકો જ્યારે સાંજ થાય છે ત્યારે, 'આ ઘર મારું ને તે ઘર તારું' કહીને લડતાં હોય છે. મોટાંઓ પણ આવું જ કરતા દેખાય છે. બાળકોના કજિયા રેતીના ઘર માટે છે, મોટાંઓના ઝઘડા ઇંટોના મકાન માટે છે. બન્ને લડે છે નાશવંત વસ્તુઓ માટે. માણસો આમ લડ્યા જ કરે તો માણસે આ ભૂમિમાં થઇ ગયેલા આટઆટલા મહાપુરુષો પાસેથી મેળવ્યું શું ? આટલાં વર્ષોમાં કેળવ્યું શું ?

દંતાણી દિલીપ ટી. said...

વીજળી બલ્બની અને બીજી અનેક શોધો કરનાર મહાન વિજ્ઞાની થૉમસ આલ્વા એડિસનનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યના મિલન નગરમાં ફેબ્રુઆરી 11, 1847 ના રોજ થયો હતો. એ એક ગરીબ માબાપનો પુત્ર હતો. સમજણો થતાં માતાપિતાએ સ્થાનિક પ્રાથમિક શાળામાં તેને દાખલ કરાવ્યો. કુતૂહલથી ભરપૂર આ વિદ્યાર્થી શાળામાં શિક્ષકોને અનેક પ્રશ્નો પૂછતો હતો. પણ શિક્ષકો તેને યોગ્ય જવાબ આપવાને બદલે મૂર્ખ ગણી ધુત્કારતા હતા. અંતે સ્વમાની માતાની મંજૂરીથી બાળકે શાળાએ જવાનું બંધ કર્યું. એણે ઘેર રહીને જ સ્વશિક્ષણ લીધું. એને વિજ્ઞાનના પ્રયોગો કરવાનો ઘણો શોખ હતો. જે વસ્તુ મળે તેના વડે તે જાતજાતના પ્રયોગો કરતો હતો.
બાર વર્ષની વયે પિતાજીની મંજૂરી લઇને એડિસને રેલગાડીમાં છાપાં વેચવાનું ચાલુ કર્યું.
ત્યાંના હુરોન બંદરેથી મિસિગન સુધીના 96 કિલોમીટરનો રેલપ્રવાસ તે કરતો અને છાપાં વેચતો. આ કામ તેને મનપસંદ હતું. ઉપરાંત તેમાં તેને પૈસા પણ મળતા. ઇ.સ.1869માં તેમણે એક છાપખાનું ખરીદી લીધું. રેલના ડબ્બામાં જ એ તેમનું 'ગ્રાન્ડ ટ્રંક હેરોલ્ડ' જર્નલ છાપતા હતા.