હે, પરમાત્મા !
મને તારી શાંતિનું વાહન બનાવ.
જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું-
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા
જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા
જ્યાં હતાશા છે ત્યાં આશા
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ
જ્યાં શોક છે ત્યાં આનંદ.
હે દિવ્ય સ્વામી !
એવું કરો કે, હું આશ્વાસન મેળવવા નહીં, આપવા ચાહું.
મને બધા સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું.
મને કોઇ પ્રેમ આપે એ કરતાં હું કોઇને પ્રેમ આપવા ચાહું.
કારણ કે,
આપવામાં જ આપણને મળે છે.
ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ.
મૃત્યુ પાનવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.
- સંત ફ્રાન્સિસ
Saturday, October 07, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment