ઢળી છે સાંજ ને જાગી ઊઠી છે ઈચ્છાઓ,
હવે તો દોસ્તો ! સંભળાવ એના કિસ્સાઓ.
ઘડીમાં રાતની ઉકલી જશે સમસ્યાઓ,
રહે છે ચેનથી ઝુલ્ફામાં એના દ્વિધાઓ.
અવાજના દીવા એકાંતે ઓલવી દીધા,
સૂતો છું રાતના ઓઢીને એના પડઘાઓ.
અધૂરી લાગી છે તારા મકાનની રોનક,
નડ્યા છે આંખને બારી ઉપરના પડદાઓ.
મળી શકાય ગમે ત્યારે બેધડક આવો,
નથી મિલનને જરૂરી કોઈ શિરસ્તાઓ.
ફર્યો છું ‘મીર’ પાછો હું ય અડધે રસ્તેથી,
ભૂસી ગયું તું કોઈ રેત પરનાં પગલાંઓ.
----‘મીર’
Monday, March 05, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
hey arpit some good reading here, keep posting,!!:)
Post a Comment