શીદને નવા નવા ઘડવા ઘડતર સંબંધોના?
પછી કેમ વિભાગ પાડવા, પડતર સંબંધોના?
શોભે નહીં શંકા કદી ગુરુના જ્ઞાન વિશેની,
પણ કંઇ નિશાળે શીખવા, ભણતર સંબંધોના?
દિસે છે દૂરથી સારી, વિશ્વાસની ઇમારત એ,
ધીમે ધીમે પડતા જાય છે, ભલા ચણતર સંબંધોના!!
પૂછો છો તમે એટલે કહું છું, આ દુનિયા કેવી છે?
હજુ પણ ખૂંચે છે પીઠ પર ખંજર સંબંધોના.
કેવો બની ગયો કૈદી બધા નાગપાસોથી!
‘કેશવ’ છોડવા પણ કેટલા? એ નડતર સંબંધોના!!
Wednesday, November 15, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment